મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ સામે શનિવારે મોડીરાત્રે વાહન ચાલકો તેમજ રાહદારીઓની જિંદગી જોખમમાં મૂકી પોતાના ભાઈના જન્મદિવસની ઉજવણી કરવા સીન સપાટા કરનાર શખ્સ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તેને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.
મોરબીના વાવડી રોડ ઉપર રહેત વિજય નીતિન પીલોજપરા નામના શખ્સે ગત તા.6ને શનિવારે શહેરના 24 કલાક ટ્રાફીકથી ધમધમતા શનાળા રોડ ઉપર સરદારબાગ સામે ભવાની સોડા નજીક વાહન ચાલકો અને રાહદારીઓને અડચણ રૂપ થાય તેમજ લોકોની જિંદગી જોખમાય તેવી રીતે ફટાકડા ફોડતો હોય પોલીસે તેને ઝડપી લઈને તેના જાહેરમાં સીન સપાટા વિખી નાખ્યા હતા. પોલીસની પૂછપરછમાં પોતાના નાનાભાઈ સુમિતના જન્મદિવસની ખુશીમાં લોકોની જિંદગી જોખમમાં મૂકી ફટાકડા ફોડીને સીન સપાટા નાખ્યા હોવાની કબૂલાત આપી હતી. આપી પોલીસે આરોપીની વિધિવત ધરપત કરી તેની સામે બીએનએસ એકટની કલમ 125 મુજબ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.