Sunday - Jul 05, 2026

મોરબીમાં એસીનું પાણી પડવા મામલે પાડોશીઓ બાખડયા

મોરબીમાં એસીનું પાણી પડવા મામલે પાડોશીઓ બાખડયા

મોરબીના મહેન્દ્રનગરમા એપાર્ટમેન્ટમા રહેતા પાડોશીઓ વચ્ચે એસીનું પાણી પડવા મામલે ઝઘડો થયા બાદ બઘડાટી બોલી ગઈ હતો. પાંચથી સાત પાડોશીએ તેના પડોશમાં રહેતા યુવાનને માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.

મોરબીના મહેન્દ્રનગરમા હનુમંત એપાર્ટમેન્ટના બ્લોક નંબર 302મા રહેતા અશ્વિનભાઈ ઓધવજીભાઈ વરમોરાના એસીનું પાણી ધવલ શેરસિયાના ઘરમાં પડતું હોવાથી આરોપીઓ અશ્વિનભાઈના ઘેર આવી ઝઘડો કરી ગયા હતા બાદમાં ગત તા.6ના રોજ આરોપી ધવલ શેરશીયા, આષીશભાઇ આહિર, કેવલભાઇ ડાભી, ઉદયભાઇ શેરશીયા,  જેરામભાઇ ડાભી, પ્રદિપભાઇ આહિર અને ધ્રુવભાઇ પટેલે શેરીમાં ફરી ઝઘડો કરી ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.