Monday - Sep 16, 2024

મોરબીમાં પરિણીતા સાથે પ્રેમસંબંધ રાખનાર પ્રેમી ઉપર તલવારથી હુમલો

મોરબીમાં પરિણીતા સાથે પ્રેમસંબંધ રાખનાર પ્રેમી ઉપર તલવારથી હુમલો

મોરબીના લાયન્સનગરમાં એક યુવાનને પરિણીતા સાથે પ્રેમસબંધ રાખવો ભારે પડ્યો હતો. જેમાં તેના આ પ્રેમસંબંધની પરિણીતાના પતિને જાણ થઈ જતા દંપતીએ સાથે મળી પ્રેમી ઉપર તલવાર વડે હુમલો કરતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો.

મોરબીના લાયન્સનગરમાં રહેતા સુલતાનભાઈ પ્યારઅલી જેસાણી ઉ.વ.37 નામના યુવાને તે જ વિસ્તાર લાયન્સ નગર સેન્ટમેરી સ્કૂલ પાછળ રહેતા રાણાભાઈ વેગડા અને તેની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીને આરોપીના પત્ની સાથે ત્રણ ચાર મહીનાથી પ્રેમ સંબંધ હોય જેની જાણ તેણીના પતિને થઈ જતા બન્ને પતિ પત્ની સાથે મળીને ગાળો આપી ફરિયાદીના ઘરમાં ઘુસી તલવારના ઘા ઝીકી દેતા જમણા હાથની આંગળી કપાઈ ગઈ હતી. આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે દંપતી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.