Monday - Apr 27, 2026

ખૂબ જ માદક દ્રવ્ય ગણાતા એમ.ડી ડ્રગ્સને મોરબીમાં ઘુસાડવાની મેલી મુરાદને પોલીસે અગાઉ નાકામ બનાવી હતી

ખૂબ જ માદક દ્રવ્ય ગણાતા એમ.ડી ડ્રગ્સને મોરબીમાં ઘુસાડવાની મેલી મુરાદને પોલીસે અગાઉ નાકામ બનાવી હતી

ઉધોગોને કારણે સતત વિકસિત પણ એકદમ શાંતિપ્રિય ગણાતા મોરબી પર કેટલાક નશાના કાળા કારોબાર કરતા ડ્રગ્સ માફિયાઓનો ડોળો હોય અને ખાસ કરીને નશાની લતમાં યુવાધનને બરબાદ કરવા માટે અગાઉ અનેક વખત મોરબીમાં એમડી જેવા ખતરનાક ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસોને પોલીસે નાકામ બનાવ્યા હતા. આવા જ એક નશાના ડ્રગ માફિયા ગણાતા મુખ્ય સૂત્રધારને પોલીસ હાલ ઝડપી લઈને ઉલટ તપાસ હાથ ધરી છે.

મોરબીના લાલપર ગામ પાસે અગાઉ એસઓજીની ટીમેં સૌથી વધુ ખતરનાક એમડી ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો. જે તે સમયે પોલીસે મોરબીમાં આવું ખતરનાક ડ્રગ્સ કોણે ઘુસાડવાનો પ્રયાસ કરી યુવાધનને નશાના રવાડે ચડાવવા માટે આ હીન પ્રયાસ કર્યો તે અંગે ઘનિષ્ઠ તપાસ કરતા મોરબીમાં ઝડપાયેલા એમડી ડ્રગ્સના જથ્થાને રાજસ્થાનના પ્રતાપગઢના એક ડ્રગ્સ માફિયાએ મોકલ્યો હોવાનું ખુલતા આ ડ્રગ્સ માફિયા પાસેથી તેના નશાના નેટવર્કની આખી ક્રાઈમ કુંડણી બહાર લાવવા માટે તેને પકડી લેવા એસઓજીએ જાળ બિછાવતા આ ગોરખધંધાના માસ્ટર માઈન્ડ એવા દાઉદ ઇબ્રાહિમ અજમેરી રહે. ગાદોલા ગામ, જિલ્લો. પ્રતાપગઢ, રાજસ્થાન વાળો આબાદ ઝડપાય ગયો હતો અને પણ પોલીસ નશાના કાળા કારોબારમાં મોરબીમાથી કોણ કોણ સંડોવાયેલુ? અને તેની સાથે અન્ય બીજા કોણ કોણ મહારથીઓ સામેલ? તેમજ તેનું નેટવર્ક કેટલું ફેલાયેલું ? તે અંગેની સમગ્ર હકીકતો આ આરોપી પાસેથી ઓકાવી શકશે ખરી ?