વાંકાનેરમાં પાણી પ્રશ્ને મહિલાઓ રણચંડી બની હતી અને મહિલાઓએ પાણી પ્રશ્ને જડેશ્વર રોડ પર ચક્કાજામ સર્જી દીધો હતો. બાદમાં સરપંચે લેખિત ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો.
વાંકાનેર શહેરની નજીક જડેશ્વર તરફ જતા રોડ પર આવેલા રાતી દેવડી ગામમાં અનુસૂચિત જાતિ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણી ન મળતું હોવાની ફરિયાદ ઉઠી હતી અગાઉ આં બાબતે અનેક વખત ગ્રામ પંચાયતથી લઇ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા છતાં પીવાનું પાણી ન્હી મળતા રોજિંદી કામગીરીમાં પણ હાલાકીનો સામનો કરવો પડે છે જેથી આજે મહિલાઓએ જડેશ્વર રોડ પર મહિલાઓએ ચક્કાજામ સર્જી દીધો હતો મહિલાઓનો રોષને પગલે ગામની વચ્ચે થી પસાર થતા રોડની બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.અને ગ્રામજનોને સમજાવવા પ્રયત્ન કર્યો હતો જોકે મહિલાઓ એ જ્યાં સુધી પાણી નહીં મળે તેવી ખાતરી નહિ મળે ત્યાં સુધી રોડ પરથી ઊભા નહિ થવાની જીદ પકડી હતી મહિલાઓએ લાંબા સમય સુધી રોડ બ્લોક કરી દેતા વાહન ચાલકોની હાલત કફોડી બની હતી અંતે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા લેખિત ખાતરી આપતાં મામલો શાંત પડ્યો હતો અને મહિલાઓએ રસ્તો ખુલ્લો કર્યા હતા. અને વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવામાં આવ્યો