Thursday - Apr 30, 2026

માળીયામાં પોલીસે પીછો કરી દેશી દારૂ ભરેલી કાર ઝડપી, આરોપી ફરાર

માળીયામાં પોલીસે પીછો કરી દેશી દારૂ ભરેલી કાર ઝડપી, આરોપી ફરાર

મોરબી : માળીયા (મીં) પોલીસે નાઇટ રાઉન્ડ દરમિયાન વાહન ચેકિંગ કરતાં દેશી દારૂ ભરેલ એક સ્કોર્પિયો કારને ઝડપી લઈ 6.12 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જોકે કાર ચાલક નાશી છૂટ્યો છે.

માળીયા (મી) ત્રણ રસ્તા પર ચેકિંગ દરમિયાન બાતમીના આધારે શંકાસ્પદ હાલતમાં પસાર થતી સ્કોર્પિયો કાર (નં. GJ-36-AR-7027) ને રોકવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ કાર ચાલકે ભાગવાની કોશિશ કરી હતી. પોલીસે પીછો કરીને કારને અટકાવી કારની તપાસ કરતાં તેમાંથી રૂ. 1,12,000 ની કિંમતનો 560 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દેશી દારૂ અને કાર મળીને કુલ રૂ. 6,12,000 નો મુદ્દામાલ પકડી પાડ્યો છે. નાસી છુટેલ આરોપી વિરુધ્ધ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.