Saturday - May 18, 2024

બુટલેગરોની શેતાની દિમાગ પર પોલીસનું બ્રહ્માસત્ર : જમીનમાં ખાડો કરીને દાટેલી એક બાદ એક એમ 128 દારૂની બોટલો મળી

બુટલેગરોની શેતાની દિમાગ પર પોલીસનું બ્રહ્માસત્ર : જમીનમાં ખાડો કરીને દાટેલી એક બાદ એક એમ 128 દારૂની બોટલો મળી

 મોરબી તાલુકામાં બુટલેગરોએ પોલીસ પણ વિચારી ન શકે તે દિશામાં એટલે ગુનાખોરીનો પોતાના શેતાની દિમાગથી દારૂના વેપારને અજામ તો આપ્યો પણ આ બુટલેગરોને કદાચ દારૂની યુનિક રીતે વેપાલાની ગંધ પોલીસને નહિ એવા દંભ કે વહેમમાં રહેતા હોય તો એ ખાંડ ખાય છે ખાંડ, કારણ કે પોલીસને ગુનેગારોની માસિકતાથઈ ઉપર ઉઠીને ગુનેગારો પોતાના ગુનાહિત કૃત્યો માટે શું શું કરી શકે તેના પર પોલીસ ગહનતાથી વિચારી ગુનેગારોને બેનકાબ કરે છે.આ જ ઘટના મુજબ મોરબી તાલુકા પોલીસે જાંબુડોયા ગામેં બુટલગરોએ  જમીનમાં ખાડો કરીને દાટેલી એક બાદ એક એમ 128 દારૂની બોટલોને ઝડપી લીધી હતી.

મોરબી તાલુકા પોલીસને હકીકત મળેલ કે, મોરબી તાલુકાના જાબુડીયા ગામની સીમમાં શિવશક્તિ કાંટા પાછળ વિજયસિંહ ઉર્ફે લાલો મહોબતસિંહ રાઠોડ પોતાના રહેણાંક મકાનની પાછળ આવેલ ઢોર બાંધવાના વાડામાં અલગ-અલગ જગ્યાએ જમીનમાં ખાડા બનાવી તેમાં ઇંગ્લીશ દારૂની બોટલો છુપાવી ચોરી છુપીથી ઇંગ્લીશ દારૂનું વેંચાણ કરે છે આ હકીકત આધારે રેઇડ કરતા વિજયસિંહ ઉર્ફે લાલો મહોબતસિંહ રાઠોડ જાતે દરબાર ઉ.વ.૩૪ શંકાસ્પદ હિલચાલ કરતો જોવામાં આવતા મજકુર ઇસમને કોર્ડન કરી પકડી પાડી મજકૂર ઇસમ જે જગ્યાએ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતો તે જગ્યાએ જોતા જમીનમાં એક પ્લાસ્ટિકનો આશરે ૫૦ લીટર ક્ષમતાવાળો કેરબો દાટેલ હોય અને તેમાં ઇંગ્લીશ દારૂની બોટલો છુપાવેલ મળી આવી હતી.

વાડામાં જીણવટ ભરી રીતે તપાસ કરતા બીજા કેરબાઓ પણ દાટેલ હાલતના મળી આવતા મળી આવેલ કૂલ-૭ પ્લાસ્ટિકના કેરબામાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૧૨૮ કિં.રૂ.૪૯,૩૦૫/- નો મુદ્દામાલ કબ્જે કરી તેની વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પો.સ.ઇ. એમ બગડા નાઓ ચલાવી રહેલ છે.