Sunday - Apr 26, 2026

સૈકાઓ પહેલાનો સ્ટેશન રોડ પરના જડેશ્વર મહાદેવ મંદિરનો રસપ્રદ મંદિર

સૈકાઓ પહેલાનો સ્ટેશન રોડ પરના જડેશ્વર મહાદેવ મંદિરનો રસપ્રદ મંદિર

મોરબીમાં ઘણા બધા શિવાલયો પ્રાચીન કાળથી શિવ ભક્તિનું અનેરું ગાન કરે છે. કહેવાય છે કે  ઘણા બધા શિવાલયો સ્વંયભુ પ્રગટેલા છે. પણ આ બાબતને સત્ય સાથે લેવા દેવા નથી, કારણ કે જ્યાં શ્રદ્ધા હોય ત્યા શંકાને લેશમાત્ર સ્થાન હોતું નથી. આવું વર્ષોથી બહોળા જનસમુદાયનું મંતવ્ય છે. આવું એક શિવાલય મોરબીમાં આવેલું છે.

મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલા જડેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી યશવંતભાઈ જોશી કહે છે  કે, વર્ષોથી મારી એકની નહિ પણ સમગ્ર મોરબીવાસીઓની શ્રદ્ધા અને લોક વાયકા મુજબ આ શિવાલયનો ઇતિહાસ રસપ્રદ છે. જેના પાયા પ્રાચીન કાળ સાથે જોડાયેલા છે. ઇતિહાસ મુજબ આજથી સૈકાઓ પહેલા જડેશ્વર મંદિની જગ્યાએ માત્ર શિવલીગ પ્રગટેલુ એક વટેમાર્ગુને મળ્યું હતું. જો કે તે  સમયે જ એટલે સદીઓ પહેલા પણ રાજશાહી હોય ત્યારે આ શિવલીગ પણ સ્વંય જડેલું, એટલે જડિત હાલતમાં મળતા  આ જડિત શિવલીગને ત્યાંજ સ્થાપિત કરી દેવાયા હતા અને વર્ષોથી પેઢી દર પેઢી લોકો અહીં બિરાજમાન સાક્ષાત શિવલિંગબે ભોળાનાથ માનીને તેમની સેવા પૂજા કરતા,  પછી અહીં શિવની ભક્તિ વધતા એ સમયે રાજશાહીમાં જે તે રાજવી પરિવારે અહીં પ્રથમ વખત જીણોદ્ધાર કર્યો અને હવે જડેશ્વર મંદિર તરીકે જાણીતું થયું છે.