Saturday - May 18, 2024

ભૂત કોટડા ગામમાં 25 દાદીમાએ ઉજવ્યો સમૂહ બર્થડે

ભૂત કોટડા ગામમાં 25 દાદીમાએ ઉજવ્યો સમૂહ બર્થડે

જીવનની ઢળતી સંધ્યા એટલે 70થી 80 વર્ષના બુઝુર્ગ તો મોટાભાગના ઘરના એક ખૂણા કે કદાચ ઘરની બહાર ખાટલા તેમજ ઘણીવાર એમની જેવડા મિત્રો સાથે જાહેરમાં બાગ બગીચામાં ટહેલતા કે વાતો કરતા દેખાય છે. આમ તો અંત્યારે ડીઝીટલ યુગ કહેવતો હોય અને દરેક કાર્ય ઓનલાઈન થતું હોય માણસ પણ મશીનરીની જેમ કામ કરતો હોય ત્યારે આવા યંત્રવત બની ગયેલા સંતાનોને જાણે ધંધો કે બિઝનેશ જામી ગયો હોય એટલે સ્ટેટસ જાળવવા માટે પુત્રો માબાપને પગે પણ લાગતો નથી. ઘરમાં કે અન્ય જગ્યાએ પાનખરની જેમ નિરાશ ભાવે બેઠેલા વૃદ્ધ માવતરનો પડ્યો બોલ ઝીલવો તો એકબાજુ એ રહ્યો પણ કેમ છો એમ લાગણીની ભીનાશ સાથે હાલ હવાલ પૂછવાની પણ ફુરસદ હોતી નથી. લગભગ બધું જ ભૂલી જવાતું હોય છે ત્યારે તેમનો જન્મદિવસ તો કેમ યાદ હોય? પણ ટંકારાના એક ગામે 25 જેટલી દાદીઓને ગામની શિક્ષિકા સહિતનાએ જે જન્મદિવસની લાગણીની ભીનાશ સાથે ખુશી ભેટ આપી છે એ અવિસ્મરણીય રહેશે

જિંદગીના 70 કે 80 વર્ષ વિત્યા બાદ પાનખરમાં વસંત ખીલી હોય ત્યારે મૃત્યુની રાહે ગંભીરતાનો મુખવટો ધારણ કરીને બેઠા હોય એવી વડીલ માતાઓને સ્વપ્નેય ખ્યાલ ન હોય એમ કોઈ એમને આવીને અચાનક એકદમ સ્નેહસભર પગે લાગીને હેપી બર્થ ડે કહી હળવું સ્મિત કરે અને એમને ચોકલેટ ખવડાવી જરાય પણ ખચકાયા વગર બિન્ધાસ્તથી એમની સાથે ધમાકેદાર મોજ મસ્તી કરે તો સામે એ વડીલ માતાના ચહેરાના હાવભાવ અને એમનો શૂન્ય મન્સક ચહેરો તેમજ તેમની જીભમાંથી કેવા મીઠાશ ભર્યા શબ્દો નીકળે અને ઘડીક સુધીમાં એ ખુશીની એમને મન કેવી પ્રતિક્રિય હશે તેની કલ્પના કરતા પણ હૃદય ધબકારો ચુકી જાય છે. આવી હૃદય દ્રાવક લાગણી હકીકતમાં સર્જાય છે.

ટંકારાના ભૂતકોટડા ગામમાં મહિલા દિવસે એવું બન્યું કે એક સાથે 25 દાદીમાનો એક સાથે જન્મદિવસ  ઉજવાયો અને આ 25 દાદીમાની એકસાથે આંખો છલકી. હતી. ટંકારા તાલુકાના ભૂત કોટડા ગામે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે શાળાના શિક્ષિકા બહેન ગીતાબેન એમ સાંચલા, ટંકારીયા સંચાલિત કંકણ ગ્રુપ તથા ગીતાબેન દ્વારા વડીલ વંદના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 70 વર્ષથી ઉપરના 25 દાદીમાના હસ્તે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

તમામ વડીલ દાદીમાનું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં વડીલો પ્રત્યે અત્યારથી જ લાગણી જન્મે તથા સારા સંસ્કારોનો સિંચન થાય તે માટેનો છે આ રીતે વડીલોનું સન્માન કરીને સમાજને એક નવો રાજ્યો હતો. આ તકે મોરબી જિલ્લા ડીપીઓ બહેન નમ્રતાબેન મહેતા, ગરચર, જારીયા, કલ્પેશભાઈ ફેફર, વિરમભાઈ દેસાઈ, કૌશિકભાઈ ઢેઢી તેમજ મોરબીથી આમંત્રણને માન આપી ઇન્ડિયન લાયન્સ તેમજ ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખો તેમના સાથી મિત્રો હાજર રહ્યા હતા. લાયન્સ ક્લબના કે.પી. ભાગિયા તેમજ સાથી મિત્રો તરફથી શાળાના તમામ બાળકોને યુનિફોર્મ ભેટ આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા ગીતાબેન તેમજ કંકણ ગ્રુપના બહેનો સરપંચ પંકજભાઈ ભાગિયા, ચીમનભાઈ ઢેઢી, ગામના આગેવાનો વડીલો,યુવાનો બાળકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

ભૂત કોટડા ગામમાં 25 દાદીમાએ ઉજવ્યો સમૂહ બર્થડે
ભૂત કોટડા ગામમાં 25 દાદીમાએ ઉજવ્યો સમૂહ બર્થડે