Sunday - Aug 16, 2026

વાંકાનેરના ભલગામ નજીક યુવાનનું વિષપાન

વાંકાનેરના ભલગામ નજીક યુવાનનું વિષપાન

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભલગામ નજીક આવેલ ગોકુલ નમકીન ફેકટરીના કવાટર્સમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની વિકાસકુમાર સુરેશકુમાર ઉ.20 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગત તા.8ના રોજ કારખાના બહાર ઝેરી દવા પી લેતા સારવાર માટે કુવાડવા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.