Friday - Jan 24, 2025

ખાખરેચી ગામને લીલુછમ ઉપવન બનાવવા રોપાનું વિતરણ કરાયું

ખાખરેચી ગામને લીલુછમ ઉપવન બનાવવા રોપાનું વિતરણ કરાયું

ગઇકાલે તારીખ ૫/૭/૨૦૨૩ના ખાખરેચી હાઇસ્કૂલમાં પર્યાવરણ રક્ષક મિત્ર મંડળ અને ઉમિયા ગ્રામસેવા ટ્રસ્ટ, ખાખરેચીના સંયુકત ઉપક્રમે રક્તદાન શિબિર, રોપા વિતરણ, વૃક્ષારોપણ એમ ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

રક્તદાન શિબિરનો શુભારંભ સ્વામિનારાયણ, સંસ્કારધામના, મોરબીના સંતો શાસ્ત્રી જગતપ્રસાદસ્વામી તથા પુરાણી દિવ્યપ્રકાશ સ્વામીએ કરાવેલ હતો. આ રક્તદાન કેમ્પમાં ખાખરેચી ઉપરાંત વેજલપર, અણિયારી, કુંભારિયા વગેરે ગામના ૬૫ યુવા રક્તદાતાઓએ રક્તદાન કરેલ હતું. આ કાર્યક્રમના સહયોગી દાતાઓ તરફથી રકતદાતાઓને કલમી આંબાના રોપા અને રક્ષણ માટે લાકડાના પીંજરા આપી સન્માનિત કરાયા હતા.

ખાખરેચી ગામને લીલુછમ ઉપવન બનાવવા રોપાનું વિતરણ કરાયું

હાઇસ્કૂલના કંમ્પાઉન્ડમાં સ્વામિનારાયણના સંતો તથા આગેવાનોના હસ્તે કરંજ, કદંબ, પીપળ જેવા વૃક્ષોનું રોપણ કરવામાં આવેલ હતું. ખાખરેચી તથા આજુબાજુના ગ્રામજનોને ૫૦૦ રોપાઓનું ફ્રી વિતરણ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે લોકોમાં પર્યાવરણલક્ષી જાગૃતિ આવે તે માટે સંતો તથા અન્ય ઉપસ્થિત મહાનુભાવોએ લોકોને પર્યાવરણને બચાવવા હાકલ કરેલ હતી. અને સ્થળ પર સંતો, દાતાઓ, કાર્યકર્તાઓ, પર્યાવરણ પ્રેમીઓનું પુસ્તક આપી સન્માન કરવામાં આવેલ હતું. 

ખાખરેચી ગામને લીલુછમ ઉપવન બનાવવા રોપાનું વિતરણ કરાયું

આ કાર્યક્રમમાં મોરબીથી સ્વામિનારાયણના સંતો, ડૉ.મનુભાઈ કૈલા, પ્રાણજીવન કાલરિયા, જીલેશભાઇ કાલરિયા,  મણીભાઈ ગડારા, રમેશભાઈ, ઠાકરશીભાઇ ફૂલતરિયા, અંબાલાલ કુંડારિયા, માથકથી દાજીભાઇ ગોહિલ તથા સ્થાનિક ખાખરેચી હાઇસ્કુલના પ્રિન્સિપાલ શ્રી ભોરણિયા, મગનભાઇ કૈલા, પ્રકાશભાઈ ઉનાલિયા, ઉમિયા ગ્રામ સેવા ટ્રસ્ટના સભ્યો, ખાખરેચી પાંજરાપોળ સ્ટાફ તથા ગ્રામજનો ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ઉમિયા ગ્રામસેવા ટ્રસ્ટના કાર્યકરો તથા ડૉ. મનુભાઈ કૈલાએ ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ હતો. આગામી દિવસોમાં પર્યાવરણ રક્ષક મિત્ર મંડળ દ્વારા અન્ય ગામોમાં પણ આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવનાર છે.

ખાખરેચી ગામને લીલુછમ ઉપવન બનાવવા રોપાનું વિતરણ કરાયું