વીજ વાયર ઉપર ફસાયેલી પતંગ લેવાના પ્રયાસો ન કરવા તેમજ વીજ પોલ-ટીસીથી દુર રહેવા અનુરોધ
મોરબી : ઉત્તરાયણ હવે નજીક આવી રહી છે. ત્યારે પતંગોના આ પર્વમાં વીજ અકસ્માત સર્જાવાની શક્યતાઓ વધતી હોય છે. ત્યારે લોકોને ખાસ તકેદારી રાખવા પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર ડી.આર. ઘાડિયા દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે.
તેઓના જણાવ્યા મુજબ ખુલ્લા વીજળીના તારને અડકશો નહિ, તાર ઉપર ચડેલ પતંગ લેવા લંગર નાખશો નહિ. આ રીતે લંગર નાખીને ખેંચવાથી વીજળીના તાર ભેગા થઈ મોટા ભડાકાથી તાર તૂટી જવાની ભીતી રહે છે. તેમજ વીજ વપરાશના સાધનો, ઉપકરણો બળી જવાની સંભાવના રહેલી છે. ઘરની આજુ-બાજુ કે કોઇપણ જગ્યાએ થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે લાકડી કે લોખંડના સળીયા વડે તેને કાઢવાની કે ત્યાં ચડવાનો પ્રયાસ કરશો નહિ.
ધાતુના તાર બાંધીને પતંગ ન ઉડાડવા કારણ કે ધાતુના તારથી વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માત સર્જવાની સંભાવના રહે છે. મેગ્નેટિક ટેપ, સિન્થેટીક દોરી કે વીજ વાહક માંજા તથા અન્ય વાયરોનો ઉપયોગ ન કરવો, કેમકે તેનાથી પાવર લાઈન કપાઈ જવાનો ભય સેવાય છે જેને લીધે અંધારપટ છવાઈ જવાની તેમજ વીજ અકસ્માત થવાની શક્યતા રહે છે.
વીજળીના તૂટેલા તારથી દૂર રહો. નજીકના વાયર પર વીજ કરંટ ઉતરતો હોય તો તે બાબતની ફરિયાદ પીજીવીસીએલની સલંગ્ન પેટા વિભાગીય કચેરી ઉપર રૂબરૂમાં અથવા ટેલિફોનિક માધ્યમ દ્વારા તુરંત જ આપો.
વીજ અંગેની કોઇપણ ફરિયાદ માટે ટોલ ફ્રી નં. 1800 233 155 333 અથવા 19122 પર ફોન કરી શકાય છે. આ ઉપરાંત પેટા વિભાગોના નંબરો નીચે આપેલા છે.
● મોરબી શહેર -૧
02822220651
9687633720
● મોરબી શહેર-૨
- નહેરુ ગેટ
02822230650
6357303246
- સામા કાંઠે
02822242024
9687633721
● મોરબી ઇન્ડસ્ટ્રીયલ
02822242025
9687633723
● લાલપર
6357327358
9687633724
● ઘૂંટુ
6357422748
6357332827
● શનાળા
6357327357
9687633725
● ટંકારા
02822287762
9687633730
● પીપળીયા
6357327359
9687633726
● જેતપર
6357327360
9925012306
● વિરપર
6357422758
6357332830
● નાની વાવડી
02822251271
6357332829
● હળવદ શહેર
02758261436
9687662055
● હળવદ ગ્રામ્ય
9925214518
9925214641
● ચરાડવા
6357173458
9925214433
● સરા
9687662552
9099021386
● વાંકાનેર શહેર
9687633727
● વાંકાનેર ગ્રામ્ય-1
02828220574
9687633728
● વાંકાનેર ગ્રામ્ય-2
9978935293
9687633729