Thursday - Jul 02, 2026

મોરબી જિલ્લામાં વીજ બીલના બાકીદારોના વીજ જોડાણ કટ કરવા PGVCL 215 ટીમો મેદાનમાં ઉતરી

મોરબી જિલ્લામાં વીજ બીલના બાકીદારોના વીજ જોડાણ કટ કરવા PGVCL 215 ટીમો મેદાનમાં ઉતરી

મોરબી શહેરમાં કુલ 50 ટીમો મેદાનમાં ઉતારવામાં આવી

મોરબી : મોરબી જિલ્લામાં પીજીવીસીએલ PGVCL દ્વારા બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં વીજ તંત્ર દ્વારા મેગા વીજ કનેક્શન ડિસ્કનેક્શન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ મેગા ડ્રાઈવ અંતર્ગત આખા મોરબી જિલ્લામાં 215 જેટલી અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. દરેક ટીમમાં 3 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.

માત્ર મોરબી શહેરની વાત કરીએ તો, શહેરમાં કુલ 50 ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. જેમાં મોરબી ટાઉન-2 વિસ્તારમાં 40 ટીમો અને મોરબી ટાઉન-1 વિસ્તારમાં 10 ટીમો સઘન કામગીરી કરી રહી છે. આ ઝુંબેશ દરમિયાન અનેક ગ્રાહકો પોતાના બાકી વીજ બિલની રકમ સ્થળ પર જ ભરી રહ્યા છે. પરંતુ, જે ગ્રાહકો દ્વારા બિલ ભરવામાં આવતું નથી, તેમના વીજ કનેક્શન તાત્કાલિક કાપી નાખવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મોરબી જિલ્લામાં 35 હજારથી વધુ બાકીદારો પર લટકતી તલવાર હોય એમ પીજીવીસીએલ દ્વારા તૈયાર કરાયેલા ડેટા મુજબ, મોરબીમાં કુલ 35,985 જેટલા વીજ ગ્રાહકો એવા છે જેમની સામે જોડાણ કપાવાનો ખતરો ઊભો થયો છે: જેમાં રૂ. 1 લાખથી વધુ બાકી હોય તેવા: 36 ગ્રાહકો, રૂ. 50 હજારથી વધુ બાકી હોય તેવા: 14 ગ્રાહકો, રૂ. 25 હજારથી વધુ બાકી હોય તેવા 163 ગ્રાહકો, રૂ. 25 હજારથી ઓછી રકમ બાકી હોય તેવા 35,772 ગ્રાહકો પર તવાઈ ઉતારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.