Saturday - Jul 11, 2026

મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે લોકોનું ઉત્સાહભેર મતદાન

મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે લોકોનું ઉત્સાહભેર મતદાન

40 ગામોના 79 મતદાન મથકો ઉપર વહેલી સવારથી જ મતદારોની કતારો લાગી

મોરબી : મોરબી જિલ્લામાં આજે રવિવારે ગ્રામ પંચાયતોની સામાન્ય, મધ્યસત્રીય અને પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન શરૂ થયું છે. આજે વહેલી સવારથી જ મતદારોએ ઉત્સાહ દેખાડી બુથ ઉપર મતદાન કરવા પહોંચ્યા હતા.


મોરબી જિલ્લામાં સમરસ અને બિનહરીફ પંચાયતોને બાદ કરતા હવે 40 ગામોમાં આજે રવિવારના મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. જેમાં 27 ગામોમાં સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી, જયારે 5 ગામોમાં સરપંચની પેટા ચૂંટણી તેમજ 4 ગામોમાં સરપંચ અને વોર્ડની પેટા ચૂંટણી છે. મોરબી જિલ્લામાં કુલ 79 મતદાન મથકો ઉપર મતદાન શરૂ થયું છે. આ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. વહેલી સવારથી મતદારો મતદાન કરવા આવી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં હાલ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.