મોરબી : મોરબીમાં બ્લેક ફિલ્મ વાળી કાર સામે ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવો રહી છે. જેમાં અત્યાર સુધીમાં 78 કાર ચાલકો દંડાયા છે. હજુ પણ આ કાર્યવાહી ચાલુ જ રખાશે તેવું ટ્રાફિક પોલીસે જાહેર કર્યું છે.
રેન્જ આઈજીના વાર્ષિક ઇન્સ્પેક્સન વખતે કાળા કાચ વાળા વાહનો વિરૂદ્ધ રજુઆત મળી હતી. જેને પગલે કાર્યવાહીના આદેશો અપાયા હતા. જેથી ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા અઠવાડિયાથી શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રાઇવ યોજી બ્લેક ફિલ્મ વાળી કાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં બ્લેક ફિલ્મ વાળી 78 કાર સામે દંડનીય કાર્યવાહી કરાઈ છે. આ કાર ચાલકોને રૂ.39 હજાર જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કામગીરીમાં ટ્રાફિક પીઆઇ ઘેલા, પીએસઆઈ ડી.બી.ઠક્કર સહિતનો સ્ટાફ રોકાયેલ હતો.