મોરબીI : બનાસકાંઠાના આનંદ પ્રકાશ સેવા ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા બનાસકાંઠાના જેટલા પણ લોકો મોરબીમાં વસવાટ કરે છે, તેઓ ફાળો એકત્ર કરીને વિવિધ સેવાના કાર્યો કરતા હોય છે. જેમાં તહેવારોમાં ગરીબોને મિઠાઇ, કપડા શિયાળામાં ઘાબળા વિતરણ કરી જરૂરિયાત મંદોની મદદ કરે છે. ત્યારે આ ગ્રુપ દ્વારા ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છમાં બિરાજમાન સાક્ષાત આશાપુરા માતાના મઢ ચાલીને જતા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું મોરબીના
મેગનમ સિરામિક રફાળેશ્વર ખાતે અયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પનો દરેક પદયાત્રિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે કોન્ટેક્ટ નંબર - દશરથ જોષી 84699 57808 ઉપર સંપર્ક કરવો.