મોરબી : મોરબી શહેરના ગ્રીન ચોક આસપાસની જુદી જુદી શેરીઓમાં વર્ષો જુના જર્જરિત મકાનો આવેલા હોય એ મકાનો ભયજનક બની જતા મોરબી પાલિકા દ્વારા લખધીરવાસ પાસે આવેલા ભવાની ચોકમાં વર્ષો જુના બે જર્જરિત મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું છે.
મોરબીના ગીચ વિસ્તાર લખધીરવાસ પાસે આવેલા ભવાની ચોકમાં વર્ષો જુના બે મકાન જર્જરિત હોવાથી જોખમી બની ગયા હોય ગમે ત્યારે આ મકાનો તૂટી પડે તેવી હાલતમાં હોવાની સ્થાનિકોએ આ જર્જરિત મકાનો તોડી પડવાની મોરબી નગરપાલિકામાં રજુઆત કરતા આજે જાહેર સલામતીના હિત ખાતર નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા બે જોખમી જર્જરિત મકાન તોડી પાડવામાં આવ્યા હતા.જેથી સ્થાનિકોએ રાહત અનુભવી હતી.