મોરબી : મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે હાલ ચાલી રહેલ ક્રોપ કટિંગ સર્વે મોરબી જિલ્લામાં સૌપ્રથમ ૧૦૦% કામગીરી પૂર્ણ કરી છે. તથા સતત બીજા વર્ષે મોરબી જિલ્લામાં સૌપ્રથમ ૧૦૦% પંચાયત વેરા વસુલાત કરી તે બદલ ગોર ખીજડીયા ગામના યુવા સરપંચ ગૌતમભાઈ મોરડીયા તેમ જ ઉત્સાહી તલાટી કમ મંત્રી રવિભાઈ હુંબલ તથા ગામના એક્ટિવ vce રાજભાઈ ઓડિયાનું મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઇ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.