હળવદ : હળવદ - મોરબી હાઇવે પર દેવીપુર ગામના પાટિયા પાસે ગત તા.23 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે જીજે - 39 - ટીએ - 4481 નંબરના ટેન્કર ચાલકે પગપાળા જતા મુન્નાભાઈ ગૌતર નામના યુવકને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા યુવકનું સારવાર દરમિયાન તા.28ના રોજ રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. આબનાવ અંગે મૃતકના કૌટુંબિક ભાઈ જગાભાઈ દેવાભાઈ ગૌતર રહે.નવા સુંદરગઢ ગામ તા.હળવદ વાળાએ અકસ્માત સર્જી નાસી ગયેલા ટેન્કર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.