Saturday - May 16, 2026

મોરબીમાં મહિલાએ ઘર પાસે કચરો સળગાવતા ચાર પાડોશીઓએ લાકડી ફટકારી

મોરબીમાં મહિલાએ ઘર પાસે કચરો સળગાવતા ચાર પાડોશીઓએ લાકડી ફટકારી

મોરબી : મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહિદાસપરામાં રહેતા મહિલાએ ઘર પાસે કચરો સાફ કરી ઘાસ તેમજ કચરો સળગાવતા પાડોશમાં રહેતા મહિલા સહિતના ચાર ઈસમોએ ગાળાગાળી કરી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના વીસીપરામાં આવેલ રોહિદાસપરામાં કબીર આશ્રમ પાસે રહેતા રચનાબેન નરેશભાઈ પંડ્યા ઉ.26 નામના મહિલાએ પાડોશમાં રહેતા આરોપી મહિલા ગીતાબેન દેવજીભાઈ પરમાર, દેવજીભાઈ મુળજીભાઈ પરમાર, ડેનિશ દેવજીભાઈ પરમાર અને આરોપી ઋષિ દેવજીભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ફરિયાદીએ ઘર પાસે કચરો તેમજ ઘાસ સાફ કરી સળગાવતા હતા ત્યારે આરોપીઓએ બોલાચાલી ઝઘડો કરી ગાળાગાળી કરી પોતું કરવાની લાકડી વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.