મોરબી:- મોરબીનો અતિ રિચ અને હોસ્પિટલ એરીયો ગણાતો એટલે સાવસર પ્લોટ, જયા અનેક પ્રકારની હોસ્પિટલો આવેલી છે. જે મોરબીનો વચગાળાનો અને સધર વિસ્તાર ગણાય છે. હાલ ત્યાં ગટરની સમસ્યા માથાનો દુખાવો બની છે જ્યાંથી નીકળતા રાહદારીઓ અને દર્દીઓને આ ગંધાતી ગટર માંથી કાયમી નીકળવું પડે છે, ત્યા મોટી મોટી હોસ્પિટલો હોય જેથી ત્યાં દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ સાજા થવા આવતા હોય જે આ ઊભરાતી ગટરના કારણે ઉલટા માદકી લઇને ઘરે જાય છે. જે થી લોકો અને દર્દીઓ આનાથી કંટાળી ગયા છે,
હવે તો મોરબી મહાનગર પાલીકા અસ્તિત્વમાં આવી ગઈ છે ત્યારે હવે સફાઈ અને સુવિધા બાબતે લોકોને આશાઓ વધારે છે ત્યારે જોઇએ આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે.