Thursday - Jul 16, 2026

શ્રીમતી જે એ પટેલ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ 45 મિનિટમાં 3700 વેસ્ટ પ્લાસ્ટિકની બોટલ એકઠી કરી.

શ્રીમતી જે એ પટેલ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ 45 મિનિટમાં 3700 વેસ્ટ પ્લાસ્ટિકની બોટલ એકઠી કરી.
શ્રીમતી જે એ પટેલ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ 45 મિનિટમાં 3700 વેસ્ટ પ્લાસ્ટિકની બોટલ એકઠી કરી.

*પ્લાસ્ટિક ફ્રી મોરબી નું સપનું તેમની આંખોમાં વાવ્યું.*

મોરબી:- આજે મોરબીની શ્રીમતી જે એ પટેલ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા મોરબી શહેરના જાહેર રસ્તાઓ, વિસ્તારો માંથી આશરે 3700 વેસ્ટ પ્લાસ્ટિકની બોટલ એકઠી કરી પ્લાસ્ટિક ફ્રી મોરબી નું સ્વપ્ન એમની આંખોમાં વાવ્યું.

*વેલેન્ટાઈન વીકના પ્રોમિસ ડે ના સંદર્ભમાં તેઓ આજે પ્લાસ્ટિક ફ્રી દિવસ ઉજવી રહ્યા છે.*

 

મને જણાવી દઇએ કે મોરબીની જે એ મહીલા સાયન્સ કોલેજ હાલ વેલેન્ટાઇન વિક ના સંદર્ભમાં ઇકો વિક ઉજવી રહ્યું છે, આજે પ્રોમીસ ડે ના દિવસે તેઓ પ્લાસ્ટીક ફ્રી દિવસ ઉજવી રહ્યા છે, જેના અનુસંધાને જે એ પટેલ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ દરેક વર્ગ વચ્ચે વેસ્ટ બોટલ એકઠી કરવાની કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર 45 મિનિટમાં વિદ્યાર્થીનીઓએ બોહળી સંખ્યામાં બોટલો એકઠી કરી હતી જેમાં સૌથી વધુ TY, B.S.Cની વિદ્યાર્થીનીઓ દ્વારા બોટલ એકઠી કરવામા આવી હતી, જેથી તે ટીમ વિજેતા જાહેર થઈ હતી, જે એ પટેલ મહિલા સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ આરતી રોહને નિવેદન કર્યું હતું કે દરેક શાળા મહાશાળાઓ તથા દરેક સંસ્થાઓ એ પ્લાસ્ટિક ફ્રી બનવા માટે પૂરતા પ્રયત્નો કરવા જોઈએ, સાથે મળીને નાના નાના પગલાઓ થી શરૂઆત કરીએ, તો મોરબી ને સ્વચ્છ અને સુંદર બનાવી શકીએ.