Thursday - Jun 25, 2026

મોરબીના વૃદ્ધાશ્રમમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપે વડીલોને ભોજન કરાવી સેવાનો દીપ પ્રગટાવ્યો

મોરબીના વૃદ્ધાશ્રમમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપે વડીલોને ભોજન કરાવી સેવાનો દીપ પ્રગટાવ્યો

મોરબી: સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત અગ્રેસર રહેતા પાટીદાર વુમન્સ પાવર ગ્રુપે મોરબીમાં સેવાની વધુ એક મિશાલ કાયમ કરી છે. ગ્રુપ દ્વારા શંકર આશ્રમ નજીક આવેલા માં બા વૃદ્ધાશ્રમ ખાતે વડીલોને શુદ્ધ અને સ્વાદિષ્ટ ભોજન પીરસીને માનવતાની જ્યોત જલાવવામાં આવી હતી. 
 
મોરબીના વૃદ્ધાશ્રમમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપે વડીલોને ભોજન કરાવી સેવાનો દીપ પ્રગટાવ્યો

ગ્રુપના સભ્ય ચંદાબેન ઓમપ્રકાશભાઈ કાબરાના સહયોગથી તમામ વાનગીઓ ઘરે જ તૈયાર કરવામાં આવી હતી. વૃદ્ધાશ્રમના વડીલોએ ભાવપૂર્વક ભોજન આરોગીને ગ્રુપના સભ્યોને સેવાકીય કાર્યો અવિરત ચાલુ રાખવાના આશીર્વાદ આપ્યા હતા. 
 
મોરબીના વૃદ્ધાશ્રમમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપે વડીલોને ભોજન કરાવી સેવાનો દીપ પ્રગટાવ્યો

ઉલ્લેખનીય છે કે, પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા અગાઉ મેડિકલ કેમ્પ, મોટિવેશનલ સેમિનાર, રક્તદાન શિબિર તેમજ જરૂરિયાતમંદ પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. 

મોરબીના વૃદ્ધાશ્રમમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપે વડીલોને ભોજન કરાવી સેવાનો દીપ પ્રગટાવ્યો

આ સેવાકાર્યમાં સાધનાબેન ઘોડાસરા, કાજલબેન આદ્રોજા, ચંદાબેન કાબરા, આશાબેન ભાલોડિયા અને અલ્પાબેન કાસુન્દ્રા સહિતના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.