ટંકારા : ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ટંકારા તાલુકાના ઘુનડા સજ્જનપર ગામે રામજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી વજીરભાઇ સજરૂદીનભાઇ બખતરીયા, રહે.ધુનડા, દુર્લભજીભાઇ નરશીભાઇ પંચાસરા, રહે ધુનડા, ઘનશ્યામભાઇ મોહનભાઇ બાવરવા રહે. ધુનડા, મુકેશભાઇ દેવશીભાઇ ચૌહાણ રહે.ધુનડા, રામભાઇ સનાભાઇ અજાણા રહે.ધુનડા અને આરોપી મહેશભાઇ જયંતિભાઇ થરેસા રહે.ધુનડા વાળાઓને રોકડા રૂપિયા 10,300 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.