Tuesday - Sep 29, 2026

વાંકાનેરમાં બચત માટે પત્નીએ વધુ કામ કરવાનું કહેતા હાડોહાડ લાગી આવતા પતિએ અંનતની વાટ પકડી

વાંકાનેરમાં બચત માટે પત્નીએ વધુ કામ કરવાનું કહેતા હાડોહાડ લાગી આવતા પતિએ અંનતની વાટ પકડી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ઢુંવા રોડ પર આવેલ એરકોન સિરામિક ફેકટરીમાં રહેતા અને અહીં જ મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની દસિયાભાઈ લચ્છીભાઈ મુનિયા ઉ.વ. 25 નામના યુવાનને તેના પત્નીએ રૂપિયાની બચત કરવા માટે વધુ કામ કરવાનું કહેતા દસિયાભાઈને હાડોહાડ લાગી આવતા લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમનું મોત નિપજતા તેમના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.