Saturday - May 02, 2026

સાર્થક વિદ્યામંદિરમાં 'માતા-પિતા પૂજન દિવસ'ની ભાવસભર ઉજવણી

સાર્થક વિદ્યામંદિરમાં 'માતા-પિતા પૂજન દિવસ'ની ભાવસભર ઉજવણી

મોરબી: ​તારીખ: ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ ​ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાનું સ્થાન દેવતુલ્ય માનવામાં આવે છે. આ સંસ્કારોનું સિંચન કરવાના હેતુસર આજરોજ સાર્થક વિદ્યામંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વેલેન્ટાઈન દિવસ નિમિત્તે પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ ન કરે આપણી મૂળ સંસ્કૃતિને જાળવી અને એનું અનુકરણ કરો અને બાળકોમાં પણ તેના ગુણ કેળવાય તેવું કાર્ય સાર્થક વિધામંદિર દર વર્ષે કરે છે, ત્યારે સાર્થક વિદ્યામંદિર દ્વારા આ વર્ષે પણ*‘માતા-પિતા પૂજન દિવસ’*ની ભવ્ય અને ભાવવાહી ઉજવણી કરવામાં આવી હતી.

સાર્થક વિદ્યામંદિરમાં 'માતા-પિતા પૂજન દિવસ'ની ભાવસભર ઉજવણી
સાર્થક વિદ્યામંદિરમાં 'માતા-પિતા પૂજન દિવસ'ની ભાવસભર ઉજવણી
સાર્થક વિદ્યામંદિરમાં 'માતા-પિતા પૂજન દિવસ'ની ભાવસભર ઉજવણી

આ કાર્યક્રમમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ અત્યંત ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વૈદિક પરંપરા મુજબ તેમના માતા-પિતાનું પૂજન-અર્ચન કર્યું હતું અને તેમને મોં મીઠું કરાવીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આ ખાસ દિવસની ઉજવણીમાં અંદાજે ૫૦ જેટલા વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

​કાર્યક્રમની શોભા વધારવા માટે સંસ્થાના ટ્રસ્ટી  કમલેશ ગુરુજી, બંને વિભાગના પ્રધાનાચાર્ય ગણેશ ગુરુજી અને વિવેક ગુરુજી તેમજ તમામ HOD ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

​વિદ્યાર્થીઓએ આજના દિવસનું મહત્વ સમજાવતી સુંદર વક્તવ્ય (સ્પીચ) આપી હતી અને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. શાળા પરિવાર અને વિદ્યાર્થીઓના સહિયારા પ્રયાસથી આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.