Saturday - May 02, 2026

મોટી બરાર નજીક ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં યુવાનનું મોત

મોટી બરાર નજીક ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં યુવાનનું મોત

મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટી બરાર નજીક ચાર દિવસ પૂર્વે ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવમાં મૃતક બાઈક ચાલકે રોંગ સાઈડમાં આવી ટ્રક સાથે બાઈક અથડાવ્યું હોય ટ્રક ચાલકે મૃતક બાઈક ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ગત તા.10ના રોજ માળીયા મિયાણાથી પીપળીયા ચાર રસ્તા તરફ જઈ રહેલા ટ્રક નંબર જીજે- 12 - એટી - 5809 સાથે સામેથી આવતા એમપી - 69 - ઝેડડી - 2848 નંબરના બાઈક ચાલક સંજય સુંદરસિંઘ માવી ઉ.29 રહે.હાલ કુંભારિયા મૂળ રહે.મધ્યપ્રદેશ વાળાએ રોંગ સાઈડમાં આવી ટ્રક સાથે સંજયનું બાઈક અથડાવતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવ અંગે ટ્રક ચાલક નારાયણરામ પહલાદરામ ચૌધરી રહે.હાલ સામખીયારી, કચ્છ વાળાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં બેફિકરાઈથી બાઈક ચલાવી ટ્રક સાથે અકસ્માત કરવા મામલે ફરિયાદ નોંધાવી હતી.