મોરબી : માળીયા મિયાણા તાલુકાના નવલખી બંદર ખાતે ગઈકાલે રાત્રીના સમયે આરજે - 06 - જીસી - 3373 નંબરના ટ્રક ચાલકે બેફિકરાઈથી પોતાનો ટ્રક ચલાવી પગપાળા જઈ રહેલા સીદીકભાઈ ઇશાભાઈ બુચડ રહે.વવાણીયા વાળાને હડફેટે લઈ ટાયરનો જોટો શરીર પર ફેરવી દેતા સીદીકભાઈનું ગંભીર ઇજાઓથી મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતા ઇશાભાઈ ઉમરભાઈ બુચડે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.