Saturday - May 02, 2026

મોરબીના ધૂળકોટ ગામેં દેશી તમંચા એક શખ્સ ઝડપાયો

મોરબીના ધૂળકોટ ગામેં દેશી તમંચા એક શખ્સ ઝડપાયો

મોરબી : જિલ્લા પોલીસ વડા દ્વારા ગેરકાયદેસર હથિયારો પકડી પાડવા માટેની ડ્રાઈવ ચાલી રહી છે, ત્યારે મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે ધૂળકોટ ગામની સીમમાંથી એક ઈસમને દેશી જામગરી બંદૂક સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના ધૂળકોટ ગામેં દેશી તમંચા એક શખ્સ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર એસ.કે. ચારેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે ધૂળકોટ ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી આરોપી ગફારભાઇ સુલેમાનભાઇ મોરી ( ઉ.વ. ૫૩, રહે. ટાટાનગર, બજરંગ હોટેલની પાસે, ધૂળકોટ) ને પોતાના હાથમાં ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદૂક (કિંમત રૂ. ૧૫૦૦/-) સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.