Tuesday - May 05, 2026

મોરબીના વિદ્યુતનગરમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવાદોરી કાપી

મોરબીના વિદ્યુતનગરમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવાદોરી કાપી

મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ નજીક આવેલ વિદ્યુતનગરમાં રહેતા મનાલીબેન મોહનીશપરી ગોસાઈ ઉ.વ.25 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.