Monday - Aug 17, 2026

મોરબી નજીક કપડાં સુકવતી વખતે છઠ્ઠા માળેથી પટકાતા વૃધ્ધાનું મોત

મોરબી નજીક કપડાં સુકવતી વખતે છઠ્ઠા માળેથી પટકાતા વૃધ્ધાનું  મોત

મોરબી : મોરબી શહેરની અવની ચોકડી પાસે આવેલ ઉમાપાર્ક સોસાયટીમાં સિયારામ હાઇટ્સમાં રહેતા ધનગૌરીબેન ચંદુલાલ ધૂમલિયા ઉ.વ.66 નામના વૃધ્ધા ગઈકાલે છઠ્ઠા માળે કપડાં સુકવતા હતા ત્યારે અચાનક નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.