Tuesday - May 05, 2026

મોરબીમાં બે શખ્સો ઢોર પકડ પાર્ટી સાથે માથાકૂટ કરી બળજબરીથી ઢોર છોડાવી ગયા

મોરબીમાં બે શખ્સો ઢોર પકડ પાર્ટી સાથે માથાકૂટ કરી બળજબરીથી ઢોર છોડાવી ગયા

મોરબી : મોરબી મહાનગર પાલિકા દ્વારા શહેરને રઝળતા ઢોરથી મુક્ત કરવા કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારી મારફતે પશુ પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પશુ માલિકો દ્વારા અવાર નવાર ઘર્ષણના બનાવ બની રહ્યા છે જેમાં વધુ એક વખત પશુ પકડવા સમયે બે શખ્સોએ ગાળાગાળી કરી પતાવી દેવાની ધમકી આપી પકડાયેલ ઢોર છોડાવી જતા હુમલા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મોરબી મહાનગર પાલિકામાં કોન્ટ્રાકટ બેઇઝ ઢોર પકડવાની કામગીરી કરતા ફરિયાદી વિપુલભાઈ લખમણભાઈ છૈયા રહે.મોટાભેલા તા.માળીયા વાળાઓએ આરોપી રાજુભાઇ દેવાભાઈ ભરવાડ રહે.ખાટકી વાસ અને આરોપી વિજય મયાભાઈ રાતડીયા રહે.ભરવાડ શેરી મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.9 જાન્યુઆરીના રોજ ખાખરેચી દરવાજે ઢોર પકડવાની કામગીરી દરમિયાન બન્ને શખ્સોએ ફરિયાદી તેમજ સાહેદો સાથે ઝઘડો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી પકડાયેલ ઢોર છોડાવી ગયા હતા.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ફરજમાં રુકાવટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.