Sunday - Oct 13, 2024

મોરબીની લક્ષ્મી નારાયણ સોસાયટીમાં અનાથ બાળાઓ રાસ ગરબે ઝૂમી ઉઠી

મોરબીની લક્ષ્મી નારાયણ સોસાયટીમાં અનાથ બાળાઓ રાસ ગરબે ઝૂમી ઉઠી

મોરબી : લક્ષ્મી નારાયણ સોસાયટીમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગત ત.14ના  રોજ રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. આ રાસ ગરબાના કાર્યક્રમનો અનાથ આશ્રમ એટલે વિકાસ વિદ્યાલયની બાળાઓને લાભ અપાયો હતો. જેથી અનાથ બાળાઓ રાસ ગરબે ઝૂમી ઉઠી હતી. આ કાર્યક્રમને સફળ બનવવા સોસાયટીના વિજયરાજસિંગ ચુડાસમાં, અમિતસિંગ રાજવત, મુકેશ પરમાર,  અરવિંદ શુક્લા, ચીંટુ શ્રીવાસ્તવ, બસંત પાંડે સહિતનાએ ભારે જહેમત ઉઠાવી છે.