મોરબી: મોરબી શહેરમાં વિપશ્યનાના જૂના સાધકો માટે નિયમિત સમૂહ સાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એવા સાધકો ભાગ લઈ શકે છે, જેમણે ઓછામાં ઓછી એક વખત 10 દિવસીય વિપશ્યના શિબિર પૂર્ણ કરી હોય. આ સમૂહ સાધનાના માધ્યમથી સાધકોને નિયમિત સાધના કરવાનો લાભ મળશે.
શહેરમાં બે અલગ-અલગ સ્થળોએ દરરોજ સમૂહ સાધના યોજાઈ રહી છે. સવારની સમૂહ સાધના સવારે 06:00 થી 07:00 વાગ્યા દરમિયાન ડૂલ્સ એન્ડ ડુડ્સ પ્રી સ્કૂલ, ઉમિયા સર્કલ પાસે, શનાળા રોડ તેમજ સાર્થક વિદ્યાલય, સામાં કાંઠે – એમ બે સ્થળોએ યોજાય છે.
સાધકોની સુવિધા માટે સાંજ અને રાત્રિના સમયે પણ સમૂહ સાધનાનું આયોજન કરાયું છે. સાંજે 06:30 થી 07:30 વાગ્યા દરમિયાન સાર્થક વિદ્યાલય, સામાં કાંઠે સમૂહ સાધના યોજાય છે, જ્યારે રાત્રે 09:00 થી 10:00 વાગ્યા દરમિયાન ડૂલ્સ એન્ડ ડુડ્સ પ્રી સ્કૂલ, ઉમિયા સર્કલ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે સાધકો એકત્રિત થઈ સાધના કરે છે.