મોરબી સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે.
મોરબી:સમાજ સેવાના ઉમદા હેતુ સાથે મોરબીમાં કાર્યરત ‘પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ’ દ્વારા આગામી સમયમાં મોરબી સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે એક મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. "માનવ સેવા એ જ પ્રભુ સેવા" ના મંત્રને સાર્થક કરવા માટે આ ગ્રુપ દ્વારા આ વિશેષ પહેલ કરવામાં આવી છે.
આ રક્તદાન શિબિરનો મુખ્ય હેતુ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે અને સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ આવે તેવો રાખવામાં આવ્યો છે. જેમાં શિબિરમાં નિષ્ણાત ડોક્ટરોની ટીમ અને નર્સિંગ સ્ટાફ દ્વારા રક્તદાતાઓની સંપૂર્ણ તબીબી તપાસ કરવામાં આવશે.
રક્તદાતાઓ માટે શિબિર સ્થળે જરૂરી તમામ પાયાની સુવિધાઓ અને વ્યવસ્થા કરવામાં આવી છે. આથી ગ્રુપ દ્વારા સમાજના તમામ સ્વસ્થ નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરી આ પુણ્ય કાર્યમાં સહભાગી થવા વિનંતી કરવામાં આવી છે.
અંત્રે ઉલ્લેખનીય છે કે સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અગાઉ પણ અનેક સેવાકીય કાર્યો કરી ચૂક્યું છે, જેમાં મેડિકલ કેમ્પ અને સામાજિક જાગૃતિને લગતા કાર્યક્રમો, અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં સહાય આપવી,બાળકોના પ્રોત્સાહન માટેના વિવિધ કાર્યક્રમો કરવા,આ રક્તદાન શિબિર પણ તે જ સેવાભાવનાના મિશનનું એક મહત્વપૂર્ણ પગલું છે.