Friday - May 01, 2026

મોરબીમાં શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે ફ્રી હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન

મોરબીમાં શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે ફ્રી હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન

મોરબી શહેરના ઉમીયા સર્કલ, શનાળા રોડ સ્થિત શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિરમાં મહંત શ્રી પીન્ટુગીરી બાપુ દ્વારા ફ્રી હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં દવા, ઓપરેશન કે કોઈપણ પ્રકારની આડઅસર વિના 100 ટકા રાહત આપતી થેરાપી દ્વારા સારવાર આપવામાં આવશે. શરીરના વિવિધ પ્રકારના દુઃખાવા તેમજ દીર્ઘકાળીન તકલીફોમાં રાહત મળે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરાયું છે.

આ કેમ્પમાં ખાસ કરીને સાયટીકા (સ્નાયુનો દુઃખાવો), બ્લડપ્રેશર, ડાયાબિટીસ, ગોઠણનો દુઃખાવો તેમજ ગોટલા ચડવાની સમસ્યા સહિત અનેક આરોગ્ય સંબંધિત તકલીફોમાં અસરકારક માર્ગદર્શન અને સારવાર આપવામાં આવશે. આ કેમ્પ તા.23/12/2025 થી 31/12/2025 દરમિયાન રોજ સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી યોજાશે. વધુ માહિતી માટે 7069090020 અથવા 7227018033 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.