Saturday - May 02, 2026

મોરબીમાં RSSના શતાબ્દી વર્ષ નિમિતે બિઝનેસ કોન્ક્લેવ યોજાયો

મોરબીમાં RSSના શતાબ્દી વર્ષ નિમિતે  બિઝનેસ કોન્ક્લેવ યોજાયો

મોરબી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વિજયાદશમી, સંવત 1925માં થઈ હતી અને વર્ષ 2025માં સંઘે પોતાના 100 વર્ષ પૂર્ણ કર્યા છે. આ શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય અર્થતંત્રની ઉન્નતિ અને ઉદ્યોગ જગત સાથે સકારાત્મક સંવાદ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ભારતીય અર્થતંત્રના વિકાસમાં ઉદ્યોગોની મહત્વપૂર્ણ ભૂમિકા છે અને વૈશ્વિક સ્તરે ઉદ્યોગ જગતમાં મોરબીની આગવી ઓળખ છે, જે સમગ્ર ભારત દેશ માટે ગૌરવ લેવા જેવી વાત છે. ભારતની ઓળખ વધુ મજબૂત બને તે માટે ઉદ્યોગપતિઓ સાથે આધુનિક વિષયોને આધારે વિચારવિમર્શ જરૂરી બન્યો છે. આ હેતુસર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જિલ્લા દ્વારા મોરબીના ખમીરવંતા ઉદ્યોગપતિઓ સાથે બિઝનેસ કોન્ક્લેવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં 40થી વધુ ઉદ્યોગપતિઓ પોતાનો કિંમતી સમય આપીને ઉપસ્થિત રહ્યા હતા. કોન્ક્લેવ દરમિયાન વર્તમાન પરિસ્થિતિમાં ભારતીય આધ્યાત્મિક ચિંતન, ભારતનું અર્થતંત્ર, અને અમેરિકામાં સંઘના કાર્યની માહિતી, જેવા મહત્વના મુદ્દાઓ પર ઉદ્યોગપતિઓની જિજ્ઞાસા સમાધાન વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું.કાર્યક્રમ અંતે પૂર્ણ વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું. ત્યારબાદ અલ્પાહાર કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.