Saturday - May 16, 2026

મોરબીમાં પોલીસ સહિતની ભરતી માટે ફ્રિ ફિટનેસ ટ્રેનિંગ કેમ્પનું આયોજન

મોરબીમાં પોલીસ સહિતની ભરતી માટે ફ્રિ ફિટનેસ ટ્રેનિંગ કેમ્પનું આયોજન

મોરબી : મોરબી જિલ્લાના યુવાનો અને યુવતીઓ માટે લશ્કરી, અર્ધલશ્કરી તેમજ લોકરક્ષક દળ (પોલીસ)માં જોડાવાની એક મહત્વપૂર્ણ અને સુવર્ણ તક યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આગામી સમયમાં સરકાર દ્વારા આવનારી વિવિધ ભરતીને ધ્યાનમાં રાખીને, મોરબીનું યુવાધન ફિટનેસના અભાવે પાછળ ન રહી જાય એ હેતુથી ફ્રિ ફિટનેસ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ ટ્રેનિંગ કેમ્પનો ઉદ્દેશ માત્ર ભરતીની તૈયારી પૂરતો સીમિત નથી, પરંતુ યુવાનોમાં શિસ્ત, આત્મવિશ્વાસ, દેશપ્રેમ અને મજબૂત જીવનદૃષ્ટિ વિકસાવવાનો છે. ઘણી વખત યુવાનોમાં જુસ્સો અને ક્ષમતા હોવા છતાં યોગ્ય માર્ગદર્શન અને ફિઝિકલ ફિટનેસના અભાવે તેઓ પસંદગીથી વંચિત રહી જાય છે. આ સ્થિતિ બદલવા માટે યંગ ઈન્ડિયા ગ્રુપ સતત પ્રયાસશીલ છે.

કેમ્પમાં વર્ષોના અનુભવી અને નિષ્ણાત કોચ દ્વારા રનિંગની યોગ્ય પદ્ધતિ, સ્ટેમિના વધારવાની રીત, યોગ્ય ડાયેટ, તેમજ શારીરિક અને માનસિક ફિટનેસ અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. અગાઉ યોજાયેલા આવા ટ્રેનિંગ કેમ્પમાંથી અંદાજે 40 જેટલા યુવાનો વિવિધ ભરતીમાં સફળ થયા છે, જે મોરબી માટે ગૌરવની બાબત છે.

યંગ ઈન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીએ જણાવ્યું હતું કે, “લશ્કરી કે પોલીસ દળમાં જોડાવું એ ફક્ત નોકરી નહીં, પરંતુ દેશસેવાની પ્રતિજ્ઞા છે. યુવાનો આજે જો પોતાની ફિટનેસ અને શિસ્ત પર મહેનત કરશે, તો આવતીકાલે તેઓ દેશ અને સમાજ માટે ગૌરવ બનશે. આ ટ્રેનિંગ કેમ્પ યુવાનોના સપનાઓને દિશા આપવાનો પ્રયાસ છે.”

આ ટ્રેનિંગ કેમ્પમાં જોડાવા ઇચ્છુક તમામ સમાજના યુવાનો અને યુવતીઓને પોતાનું પૂરું નામ, સરનામું અને કઈ ભરતી માટે તૈયારી કરવી છે તેની વિગત તારીખ 22/12/2025 સુધીમાં નીચે આપેલા નંબર પર વોટ્સએપ દ્વારા મોકલવાની રહેશે તથા આપેલી તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

સંપર્ક સૂત્ર (ભાઈઓ માટે):
દિલીપ દલસાણીયા
મોબાઇલ : 8000827577

સંપર્ક સૂત્ર (બહેનો માટે):
કાજલબેન ચંડીભમર
મોબાઇલ : 98254 88733
અલકાબેન દવે 
મોબાઈલ : 89058 77190


અંતમાં, યંગ ઈન્ડિયા ગ્રુપ તરફથી મોરબીના તમામ યુવાનોને આહ્વાન કરવામાં આવે છે કે તેઓ આ સુવર્ણ તકનો પૂરતો લાભ લઈ પોતાના સપનાઓને સાકાર કરે અને દેશસેવામાં આગળ વધે.

રજીસ્ટ્રેશન માટેની લિંક

https://docs.google.com/forms/d/e/1FAIpQLSfLybap7hXhXAcupx9tJkD7GsB8yNev0jYJ-ex6aXttDJL4kw/viewform?usp=publish-editor

મોરબીમાં પોલીસ સહિતની ભરતી માટે ફ્રિ ફિટનેસ ટ્રેનિંગ કેમ્પનું આયોજન