Friday - May 01, 2026

મોરબીમાં મેડીકલ કેમ્પનું આયોજન

મોરબીમાં મેડીકલ કેમ્પનું આયોજન

મોરબી : મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓને ફ્રી માં તપાસ કરીને જરૂરી દવાઓ ફ્રી આપવામાં આવશે. આ કેમ્પનું ઉદ્ઘાટન મોરબી ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ તથા સિરામિક એસો.નાં પ્રમુખો દ્વારા કરવામાં આવશે. આગામી તા ૯ નવેમ્બરને રવિવારે સવારે ૧૦ થી બપોરે ૧૨ સુધી જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે કેમ્પ યોજાશે અને આ કેમ્પમાં ડૉ. મેહુલ પનારા, ડૉ. ધીરેન પટેલ, ડૉ. ભૌમિક સરડવા, ડૉ. યશ કડીવાર, ડૉ. પાયલ ફળદુ, ડૉ. જિજ્ઞાસા પનારા, ડૉ. ઋષિ વાંસદડિયા સેવા આપશે.