Saturday - May 16, 2026

મોરબી સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે 'મહા રક્તદાન કેમ્પ'નું આયોજન.

મોરબી સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે 'મહા રક્તદાન કેમ્પ'નું આયોજન.

મોરબી:શહેરમાં સામાજિક સેવાના હેતુથી સિવિલ હોસ્પિટલ મોરબીમાં સારવાર લઈ રહેલા દર્દીઓની લોહીની જરૂરિયાત પૂરી કરવા માટે એક વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ફીટનેસ વુમન્સ યોગા ગ્રુપ, ગુજરાત યોગ બોર્ડ તેમજ બહુચર ગરબા મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાશે.

આ રક્તદાન કેમ્પ દ્વારા એકત્રિત કરવામાં આવેલું રક્ત સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે. આયોજકો દ્વારા જાહેર જનતાને આ ઉમદા કાર્યમાં જોડાઈને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે.

કેમ્પની વિગત નીચે મુજબ છે 
* તારીખ: ૧૨-૦૧-૨૦૨૬ (૧૨ જાન્યુઆરી, ૨૦૨૬)
* સમય: બપોરે ૧-૦૦ થી સાંજે ૫-૦૦ વાગ્યા સુધી
* સ્થળ: મહેન્દ્રનગર, રામવાડી

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નીચે મુજબના મહિલા અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે:
* કાજલબેન આદ્રોજા - 98795 32457
* હંસાબેન રંગપરિયા - 75748 92249
* નિમિષાબેન માકડિયા - 99980 87471
* રંજનબેન સેરસિયા - 97271 28150
* જોસનાબેન સુરાણી - 78630 34401

મોરબી સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે 'મહા રક્તદાન કેમ્પ'નું આયોજન.