મોરબી : ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓનો ખાત્મો બોલાવીને પહેલગામ પર થયેલા આતંકી હુમલાનો બદલો લેતા સમગ્ર ભારતમાં દિવાળી જેવી માહોલ સર્જાયો છે. ખાસ કરીને વડાપ્રધાન મોદીએ ભારતીય વાયુસેનાની આ જવાબી કાર્યવાહીને ઓપરેશન સિંદૂર નામ આપીને પહેલગામના હુમલાની વિધવા બહેનો ન્યાય આપ્યો છે. તેનાથી મોરબીની મહિલાઓ પ્રતિક્રિયા આપીને કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂર નામ આપીને સંપૂર્ણ ભારતીય નારી વર્ગને ગર્વ અપાવ્યો છે અને ભારતીય નારીના સ્વમાન સાથે અસ્મિતાની રક્ષા કરી છે.
1) કાશ્મીરના પહેલગામમાં આંતકી હુમલો થયો ત્યારે આંતકીઓ નિર્દોષ ભાઈઓને મારી તેમની પત્નીઓને જીવતી છોડી મોદી સરકાર અને ભારતીય સેનાને ખુલ્લી ધમકી આપી હતી. તેની સામે મોદી સરકારના વડપણ હેઠળ ભારતીય વાયુસેનાએ આંતકીઓનો સફાયો કરીને હુમલોનો બદલો લીધો છે. ખાસ કરીને વડાપ્રધાન મોદીએ આતંકીઓ સામેની જવાબી કાર્યવાહી કરવા જે ઓપરેશન સિંદૂર નામ આપીને પહેલગામમાં થયેલા આંતકી હુમલાની બહેનોને ન્યાય અપાવીને સમગ્ર નારિજાતીનું સન્માન જાળવ્યું છે.
જિગીષાબેન ભોજાણી
2, પહેલગામમાં આંતકીઓએ નરસંહાર કરીને મહિલાઓનું સિંદૂર ભૂંસી નાખ્યું હતું. એ મહિલાઓના સિંદૂરનો બદલો વાળવા ઓપરેશન સિંદૂર નામ આપ્યું હતું.આ ઓપરેશન સિંદૂર સફળ થયું તે સ્ત્રીતત્વના ગૌરવની રક્ષા સમાન છે.
કમળાબા રઘુવીરસિંહ
3, વડાપ્રધાન મોદીએ હમેશા દેશહિતના જ નિર્ણયો લીધા છે. અગાઉ આંતકીઓ ઉપર સર્જીકલ સ્ટ્રાઈક અને હવે એર સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને ભારતમાં કયારેય પણ ચંછુપાત ન કરવાનો મેસેજ આપ્યો છે. તેઓએ ઓપરેશન સિંદૂરથી નારીઓ ગર્વની લાગણી વ્યાપી ગઈ છે.
ગંગાબેન ભીમજીભાઈ
4, ઓપરેશન સિંદૂરથી દરેક ભારતીય નારી વડાપ્રધાન મોદી અને વાયુસેના પ્રત્યે ગર્વની લાગણી વ્યક્ત કરી છે. સાથેસાથે ભારતીય સેનાની આંતકીઓ ઉપર જડબાતોડ કાર્યવાહીથી સમગ્ર પાકિસ્તાનમાં સન્નાટો વ્યાપી ગયો છે. મોદી સરકારે મહિલાઓના ગૌરવની રક્ષા કરી તે સરાહનીય બાબત છે. પણ અંતકીઓ ભવિષ્યમાં ભારતમાં ક્યારેય પણ માથું ન ઊંચકે તેવી કાર્યવાહી કરવી જરૂરી છે.
ભારતીબેન ચતવાણી
ભારતીય વાયુસેનાની ઓચિંતી કાર્યવાહીથી દરેક ભારતીય ખુશ છે. ઓપરેશન સિંદૂરથી વડાપ્રધાન મોદીએ એક વાતની મહિલાઓને ધરપત આપી છે. કે તેઓ મહિલાઓને કયારેય પણ અન્યાય થવા દેશે નહિ.
નિત્યાબેન મનવાણી