મોરબીમાં સિરામિક ટાઇલ્સનો વેપાર કરતા વેપારી યુવાનને તેમના જ વેપારીઓના વોટ્સએપ ગ્રુપમા સસ્તાભાવે ટાઇલ્સ આપવાનું કહી ભેજાબાજે 90,535ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી ઓનલાઈન ફ્રોડ આચર્યું હોવાની ફરિયાદ નોંધાય છે.
મોરબીના રવાપર રોડ ઉપર રહેતા અને સામાકાંઠે શક્તિ ચેમ્બર નજીક શિવાલીક કોમ્પ્લેક્સના સીરામીકનો વેપાર કરતા અમિતભાઇ છગનભાઈ દેસાઈએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફેડરલ બેંકમાં ખાતું ધરાવતા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.26 એપ્રિલના રોજ તેઓના સિરામિક વેપારીઓના ઓનલાઈન એટલે વોટ્સએપ ગ્રુપમાં 11 રૂપિયા ફૂટના ભાવે ટાઇલ્સ હાજર હોવાનો મેસેજ આવતા તે અજાણ્યા શખ્સ સાથે ફોનમાં વાત કરી 450 બોક્સ ટાઇલ્સનો ઓર્ડર આપતા આ અજાણ્યાં શખ્સના કહેવા મુજબ ટ્રક જે તે કારખાને ટાઇલ્સ ભરવા મોકલી નાણાં ફેડરલ બેંકના એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા પરંતુ આ ગઠિયાએ કારખાનામાં પૈસા ન આપતા ટ્રક કારખાના બહાર ન નીકળતા આ અજાણ્યા શખ્સને ઘણા ફોન કરવા છતાં ફોન ન ઉપડતા પોતે છેતરપીંડીનો ભોગ બન્યા હોવાનું અને આ રીતે ઓનલાઈન રીતે ધંધા માટે વિશ્વાસ મુકવો ભારે પડ્યો હોવાની ખબર પડતાં અંતે બી ડિવિઝન પોલીસે ફેડરલ બેંકના ખાતા નંબરને આધારે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.