મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં પટેલ જીનના ખુલ્લા મેદાન પાસેથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી સદામ ઇલ્યાસભાઈ કટિયા ઉ.વ.24 રહે.ચાર ગોદામ પાસે, વીસીપરા, મોરબી વાળાને 10 હજારની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ તેમજ બે જીવતા કારતુસ કિંમત રૂપિયા 200 સહિત 10,200ના મુદ્દામાલ સાથે પકડી પાડી આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.