Saturday - May 16, 2026

મોરબીમાં બે સ્થળે દારૂ-બિયર સાથે એક ઝડપાયો, અન્ય એક ફરાર

મોરબીમાં બે સ્થળે દારૂ-બિયર સાથે એક ઝડપાયો, અન્ય એક ફરાર

મોરબી : મોરબી શહેરમાં સીટી એ અને બી ડિવિઝન પોલીસે અલગ અલગ બે દરોડામાં બિયર અને વિદેશી દારૂની બોટલો કબ્જે કરી હતી. જેમાં શનાળા રોડ પર કારમાં બિયરના ટીન સાથે નીકળેલા યુવકને એ ડિવિઝન પોલીસે ઝડપી લઈ ઉમા ટાઉનશીપ સામે રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની 31 બોટલ ઝડપી લીધી હતી.

પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે શનાળા રોડ પર જીઆઇડીસી નજીક શંકાસ્પદ આઇટેન કાર નંબર જીજે -10 - સીજી - 9333 ચેક કરતા કાર ચાલક રાજ ઇશ્વરભાઈ કાલરીયા રહે.રવાપર રોડ, શાલિગ્રામ એપાર્ટમેન્ટ વાળાના કબ્જામાંથી બિયરના બે ટીન મળી આવતા રૂ.240ના બે ટીન તેમજ 2 લાખની કિંમતની કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે બીજા દરોડામાં બી ડિવિઝન પોલીસે ઉમા ટાઉનશીપ સામેની શેરીમાં આરોપી અર્જુનસિંહ રણજીતસિંહ ઝાલાના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની નાની મોટી 31 બોટલ કિંમત રૂ.8100 કબ્જે કરી હતી.જો કે, અહીં દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા બન્ને કેસમાં પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.