જીઆઈડીસીમાં રોશની કેમ ફેકટરીમાં ગૌવંશને મારી મિજબાની કરી હતી
હળવદ : હળવદ શહેરની જીઆઈડીસીમાં મજૂરોના કવાટર્સમાં કેટલાક લોકો ગૌવંશની હત્યા કરી માસ રાંધી મિજબાની કરી રહ્યા હોવાની ફરિયાદ બાદ હળવદ પોલીસે આ ચકચારી બનાવમાં આઠ આરોપીઓ વિરુદ્ધ પ્રાણી સંરક્ષણ અધિનિયમ અને પ્રાણી પ્રત્યે ક્રુરતા નિવારણ અધિનિયમ અન્વયે ભારેખમ કલમો મુજબ ગુન્હો દાખલ કર્યો છે.
હળવદ જીઆઈડીસીમાં આવેલ રોશની કેમ ફેકટરી નામના મીઠાના કારખાનામાં મજૂરોના કવાટર્સમાં ગૌમાંસ રાંધી મિજબાની કરવા મામલે ફરિયાદી કિરણકુમાર રજનીકાંત પંડયાની ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી અલીમ ફકીરશા, આમીન નસીરખાન સૈયદ, યુનુશઅલી સુલતાનઅલી સૈયદ, સલમાબેન રાજઅલી, રૂક્ષાર આમીન, અનીસા નાઇદરસીદ સૈયદ રહે-બધા હળવદ જીઆઇડીસી રોશની કેમ કારખાનાના મજુર કવાટસૅમાં તા.હળવદ જી.મોરબી, ઇકબાલ જમાલભાઇ ખાટકી રહે-ધ્રાગધ્રા જી.સુરેન્દ્રનગર અને યાસીનભાઇ રહીમભાઇ ઘાંચી રહે-હળવદ વાળાઓ વિરુદ્ધ પ્રાણી પ્રત્યે ક્રુરતા નિવારણ અધિનિયમ તેમજ પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ ગુન્હો નોંધી ધાબા ઉપર ગૌમાંસ તથા અવશેષ રાખવાની સુવિધા પૂરી પાડવા તેમજ ગૌવંશનો નાસ કરી ગુન્હાહિત કાવતરામાં સામેલ થવા મામલે ગુન્હો રજીસ્ટર કર્યો હતો.