LCBએ 4608 દારૂની બોટલ અને 96 બિયરના ટીન જપ્ત કર્યા, અન્ય બેના નામો ખુલ્યા
મોરબી : મોરબી એલસીબીની ટીમે અંદરાણા ગામ નજીકથી ટ્રેલરમાં ચોરખાનું બનાવીને લઈ જવાતી 4608 દારૂની બોટલ અને 96 બિયરના ટીન સહિત લાખોના મુદ્દામાલ સાથે એકની ધડકપડ કરી છે. જ્યારે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે ચોક્કસ બાતમીના આધારે મોરબી-હળવદ રોડ પર અંદરણા ગામ પાસે ભેરૂનાથ હોટલ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતા ટ્રેલર (GJ39TA2090) ને અટકાવી તલાશી લેતા તેની ચેસીસમાં બનાવેલા ચોરખાનામાંથી 5,67,072 રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 4608 બોટલ અને 96 બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ, 15,00,000 રૂપિયાનું ટ્રેલર અને 2 મોબાઈલ ફોન સહિત કુલ 20,87,072 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં રાજસ્થાનના બાડમેરના આરોપી ધનારામ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે આરોપીઓ દમારામ જાટ અને દુદારામ ચૌધરીને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.