Tuesday - Aug 25, 2026

મોરબીમાં દેશી પિસ્તલ અને 2 જીવતા કારતૂસ સાથે એક ઝડપાયો

મોરબીમાં દેશી પિસ્તલ અને 2 જીવતા કારતૂસ સાથે એક ઝડપાયો

મોરબી : મોરબી શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો પકડી પાડવા માટે એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ટીમ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે. જે અંતર્ગત પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ (કચ્છ) તેમજ પોલીસ અધિક્ષક, મોરબીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફને મળેલી બાતમીના આધારે રવાપર રોડ પર સફળ કાર્યવાહી કરવામાં આવી છે.

મોરબી એસ.ઓ.જી. સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, લીલાપર રોડ પર રહેતો એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે મોરબીના રવાપર રોડ પર આવેલ કરણ એપાર્ટમેન્ટ પાસે દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસે શંકાસ્પદ ઈસમની તલાશી લેતા તેની પાસેથી એક ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્તલ (અગ્નિશસ્ત્ર) અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આથી આ મામલે પોલીસે આરોપી પરીમલભાઈ ગોપાલભાઈ વાઘેલા (રહે. લીલાપર રોડ, ઓમ રેસીડેન્સી, સ્મશાન સામે, મોરબી-1)ને 1 દેશી હાથ બનાવટની પિસ્તલ (હથિયાર) - કિં. રૂ. 5000, 2 જીવતા કારતૂસ (કારટીસ) - કિં. રૂ. 200 મળી કુલ રૂ. 5200ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.