મોરબી : ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામની સીમમાં મયુરસિંહની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની અનિલભાઇ રમેશભાઇ પંચોલી ઉ.વ.25 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા પ્રથમ ટંકારાની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.