મોરબી : મોરબી એસ.ઓ.જી. ટીમે વાઘપરાના નાકે એક શખ્સને શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ સાથે નીકળતા તાત્કાલિક રોકવામાં આવ્યો હતો. આ શખ્સ પાસે રહેલા બાઈક બાબતે પૂછપરછ કરતા તે ગલ્લાં તલ્લાં કરવા લાગ્યો હતો અને કોઈ સંતોષકારક જવાબ આપતો ન હતો. પોલીસે તેની પાસે બાઈકની આર.સી. બુક અથવા લગત દસ્તાવેજો માંગતા તેણે પોતાની પાસે ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે મોટરસાયકલ (રજીસ્ટ્રેશન નંબર GJ03CQ5542) ના માલિક બાબતે પૂછપરછ કરતા કોઈ યોગ્ય જવાબ મળ્યો ન હતો. આથી આ બાઈક ચોરી કે છળકપટથી મેળવ્યું હોવાનું જણાતા પોલીસે બાઇક કબ્જે કરી આરોપી હુશેનભાઈ ગફુરભાઈ જામ રહે. કુલીનગર-2, વીસીપરા, મોરબી વાળાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.