Tuesday - Oct 20, 2026

મોરબીમાં 200 જેટલી કન્યાઓનું પૂજન કરી નારીશક્તિનું સન્માન

મોરબીમાં 200 જેટલી કન્યાઓનું પૂજન કરી નારીશક્તિનું સન્માન

નવરાત્રી દરમિયાન સેવા વસ્તીઓમાં કન્યાઓને તિલક કરી પૂજન-અર્ચન સાથે લાણી અર્પણ કરાઈ

મોરબી : નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મોરબી શહેરની વિવિધ સેવા વસ્તીઓમાં ગરબી મહોત્સવ દરમિયાન 200 જેટલી કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ મોરબી દ્વારા યોજાયેલા આ આયોજનમાં કન્યાઓને શક્તિ સ્વરૂપ માની તિલક કરી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. સાથે જ કન્યાઓને ભેટ સ્વરૂપે લાણી અર્પણ કરીને તેમના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા.

ભારતીય સંસ્કૃતિમાં કન્યાપૂજનનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. નવરાત્રીમાં માતાજીની આરાધના સાથે નારીશક્તિ પ્રત્યે આદર વ્યક્ત કરવાના હેતુથી યોજાયેલા આ આયોજનમાં સેવા વસ્તીઓમાં ભક્તિ અને ધાર્મિક માહોલ સર્જાયો હતો. આ પ્રવૃત્તિનો હેતુ ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને નારીશક્તિ પ્રત્યે સન્માનની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો રહ્યો હતો.

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી દ્વારા ધાર્મિક સંસ્કારો, સામાજિક સમરસતા અને સેવાભાવનાને પ્રોત્સાહન આપવા વિવિધ સેવાકીય તથા ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન યોજાયેલું કન્યાપૂજન પણ સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતું આયોજન બન્યું હતું.